Monday, 16 January 2017

હું તને ચાહું છું


હું તને ચાહું છું
એટલે તારું નામ નથી પૂછવું.
વિશુદ્ધ હવાની જેમ તું સામેથી પસાર થઈ જાય છે
તું ક્યાંથી આવે છે તેની મને ખબર નથી
તું ક્યાં જાય છે તેનીયે મને ખબર નથી
પણ મારે જાણવું નથી
કારણકે હું તને ચાહું છું

તારી સાથે હું વાત તો કરી શકું
પણ નહીં કરું
મારી ભાષા એને માટે છે નહીં
અને તને કહેવાની જરૂર પણ નથી કે
હું તને ચાહું છું

તું બોલાવે તો હું તારી પાસે આવી જઉં
પણ હું જાણું છું કે તું મને નહીં બોલાવે
તારે મને કહેવું પડે અને
હું તારી પાસે આવું એવું તું નહીં કરે
પણ હું તારી પાસે નહીં આવું
કારણ કે હું તને ચાહું છું

મારી પાસે તને આપવા જેવું ઘણું છે
પણ તારે એની જરૂર નથી
અને મારે પણ તારી પાસેથી
કશું મેળવવું નથી
હું તો તને જોઉં ત્યાં છલકાઈ જઉં છું

તને અડવાનું મન તો થાય
પણ તને અડવું શક્ય નથી
તારી ત્વચા મને તારા સુધી પહોંચવા નહીં દે
અને મારે એવું કરવાની જરૂર પણ શી છે ?
હું તો તને ચાહું છું

- UNKNOWN POET

Tuesday, 1 November 2011

Zindagi


Ye zindagi bhi ek ajab karobar he ki mujhe,

Khushi he paneki koi ranj na khone ka…

 by Javed Akhtar…